બેઈજિંગ: ચીનના વુહાનથી નીકળેલા ઘાતક કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 56 લાખ જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી લગભગ સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ ચીનમાં ચામાચિડિયા પર રિસર્ચ કરવા માટે મશહૂર એક મહિલા વાયરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોના વાયરસ તો હજુ માત્ર ઝાંખી છે. અસલી તસવીર હજુ આવવાની બાકી છે. તેનું કહેવું છે કે ચામાચિડિયામાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ રહેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના 'બેટવુમન' નામથી જાણીતા વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડેપ્યુટી ડિરેક્ટર શી ઝેંગલીએ કહ્યું કે ચામાચિડિયા જેવા જંગલી જાનવરોમાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ રહેલા છે અને જો સમયસર તેની ભાળ ન મેળવી તો આવનારા દિવસોમાં દુનિયાએ આવી અનેક પ્રકારની મહામારીઓનો સામનો કરવો પડી શકે છે. વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ જ લેબ છે જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું કહેવાય છે. 


કોરોનાથી પણ ખતરનાક વાયરસ
ઝેંગલીએ કહ્યું કે વાયરસો અંગે થઈ રહેલા રિસર્ચ અંગે સરકારો અને વૈજ્ઞાનિકોએ પારદર્શક વલણ અપનાવવાની જરૂર છે. ચીન પર કોરોના વાયરસ અંગે સમયસર દુનિયાને યોગ્ય માહિતી ન પહોંચાડવાના આરોપ લાગી રહ્યાં છે. પરંતુ ઝેંગલીએ કહ્યું કે વિજ્ઞાનનું રાજનીતિકરણ દુ:ખદ છે. 


તેમણે ચીનની સરકારી ચેનલ સીસીટીએન સાથે વાતચીતમાં કહ્યું કે આપણે માનવતાને આગામી મહામારીથી બચાવવી હોય તો આપણે જંગલી જાનવરોમાં મળી આવતા અજાણ્યા વાયરસો પર રિસર્ચ કરવું જોઈએ અને તેમના અંગે આગોતરા ચેતવણી આપવી જોઈએ. જો આપણે તેના વિશે નહીં જાણીએ તો આનાથી પણ વધુ મોટો રોગચાળો ફેલાઈ શકે છે. તેમણે કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે સમગ્ર દુનિયાએ મળીને કામ કરવાની જરૂર છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube